Airtel Top Gainer; Market Cap Rs 36,529 Crore
મુંબઈ1 કલાક પેહલા
- કૉપી લિંક
ગયા કારોબારી સપ્તાહમાં દેશની ટોપ-10 સૌથી વેલ્યુએબલ કંપનીઓમાંથી 6નું કુલ માર્કેટ વેલ્યુએશન 1 લાખ કરોડ રૂપિયા વધી ગયું. આ તેજીમાં ભારતીય એરટેલ ટોપ ગેનર રહી.
એરટેલનું વેલ્યુએશન 36,529 કરોડ રૂપિયા વધીને 11.63 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, ICICI બેંક, LIC, HDFC બેંક અને HULનું માર્કેટ કેપ પણ વધ્યું છે.
જ્યારે બજારની આ તેજી વચ્ચે ટોપ-10 સૌથી વેલ્યુએબલ કંપનીઓમાંથી 4નું વેલ્યુ ગયા સપ્તાહે ઘટી છે. જેમાં લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, SBI અને TCSના નામ સામેલ છે.
દેશની ટોપ-10 કંપનીઓમાંથી 6ની વેલ્યુ ₹1 લાખ કરોડ વધી
| કંપની | અઠવાડિયામાં ફેરફાર (₹ કરોડમાં) | વર્તમાન માર્કેટ કેપ (₹ લાખ કરોડમાં) |
| ભારતી એરટેલ | +36,529 | 11.64 |
| બજાજ ફાઇનાન્સ | +33,059 | 6.43 |
| ICICI બેંક | +16,084 | 10.11 |
| LIC | +8,602 | 5.44 |
| HDFC બેંક | +7,665 | 12.34 |
| હિન્દુસ્તાન યુનિલિવર | +6,461 | 5.17 |
| લાર્સન એન્ડ ટુબ્રો | -26,572 | 5.54 |
| રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ | -18,945 | 17.65 |
| SBI | -4,846 | 9.60 |
| TCS | -1,031 | 7.57 |
સ્રોત: BSE (29 જૂન – 03 જુલાઈ, 2026)
રિલાયન્સ દેશની સૌથી વેલ્યુએબલ કંપની
માર્કેટ કેપના હિસાબે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી વેલ્યુએબલ કંપની તરીકે પ્રથમ સ્થાને યથાવત છે. ત્યારબાદ બીજા સ્થાને HDFC બેંક, ત્રીજા સ્થાને ભારતી એરટેલ, ચોથા સ્થાને ICICI બેંક અને પાંચમા સ્થાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. આ યાદીમાં છઠ્ઠા સ્થાને TCS, સાતમા સ્થાને બજાજ ફાઇનાન્સ, આઠમા સ્થાને લાર્સન એન્ડ ટુબ્રો, નવમા સ્થાને LIC અને દસમા સ્થાને હિન્દુસ્તાન યુનિલિવર હાજર છે.
ગયા અઠવાડિયે સેન્સેક્સ 663 પોઈન્ટ વધ્યો હતો
ગયા અઠવાડિયે સેન્સેક્સ 663.44 પોઈન્ટ અને નિફ્ટી 214.85 પોઈન્ટ વધ્યો હતો. જ્યારે શુક્રવારે સેન્સેક્સ 261 પોઈન્ટના ઉછાળા સાથે 77,764ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં 95 પોઈન્ટનો વધારો રહ્યો, તે 24,270ના સ્તરે બંધ થયો હતો.
માર્કેટ કેપિટલાઇઝેશન શું હોય છે?
માર્કેટ કેપ કોઈપણ કંપનીના કુલ આઉટસ્ટેન્ડિંગ શેર, એટલે કે તે બધા શેર જે હાલમાં તેના શેરધારકો પાસે છે, તેમની કિંમત છે. તેની ગણતરી કંપની દ્વારા જારી કરાયેલા શેરની કુલ સંખ્યાને તેમની કિંમત વડે ગુણીને કરવામાં આવે છે.
આને એક ઉદાહરણથી સમજો…
ધારો કે… કંપની ‘A’ ના 1 કરોડ શેર બજારમાં લોકોએ ખરીદ્યા છે. જો એક શેરની કિંમત 20 રૂપિયા છે, તો કંપનીની માર્કેટ વેલ્યુ 1 કરોડ x 20 એટલે કે 20 કરોડ રૂપિયા થશે.
કંપનીઓની માર્કેટ વેલ્યુ શેરની કિંમતો વધવા કે ઘટવાને કારણે વધે-ઘટે છે. આના બીજા ઘણા કારણો છે…
| વધવાનો શું અર્થ | ઘટવાનો શું અર્થ |
| શેરની કિંમતમાં વધારો | શેર પ્રાઇસમાં ઘટાડો |
| મજબૂત નાણાકીય પ્રદર્શન | ખરાબ પરિણામો |
| પોઝિટિવ ન્યૂઝ અથવા ઈવેન્ટ | નેગેટિવ ન્યૂઝ અથવા ઈવેન્ટ |
| પોઝિટિવ માર્કેટ સેન્ટિમેંટ | ઈકોનોમી અથવા માર્કેટમાં ઘટાડો |
| ઊંચા ભાવે શેર જારી કરવા | શેર બાયબેક અથવા ડીલિસ્ટિંગ |
માર્કેટ કેપના ઉતાર-ચઢાવની કંપની અને રોકાણકારો પર શું અસર થાય છે?
- કંપની પર અસર : મોટું માર્કેટ કેપ કંપનીને બજારમાંથી ભંડોળ એકત્ર કરવામાં, લોન લેવામાં અથવા અન્ય કંપની હસ્તગત કરવામાં મદદ કરે છે. જ્યારે, નાના અથવા ઓછા માર્કેટ કેપથી કંપનીની નાણાકીય નિર્ણય લેવાની ક્ષમતા ઘટી જાય છે.
- રોકાણકારો પર અસર : માર્કેટ કેપ વધવાથી રોકાણકારોને સીધો ફાયદો થાય છે. કારણ કે તેમના શેરની કિંમત વધી જાય છે. તે જ રીતે, ઘટાડાથી નુકસાન થઈ શકે છે, જેનાથી રોકાણકારો શેર વેચવાનો નિર્ણય લઈ શકે છે.
- ઉદાહરણ: જો TCSનું માર્કેટ કેપ ₹12.43 લાખ કરોડ વધે છે, તો રોકાણકારોની સંપત્તિ વધશે, અને કંપનીને ભવિષ્યમાં રોકાણ માટે વધુ મૂડી મળી શકે છે. પરંતુ જો માર્કેટ કેપ ઘટે છે તો તેનું નુકસાન થઈ શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


