Knowledge: ડિજિટલ પેમેન્ટ બનશે વધુ સુરક્ષિત,1 એપ્રિલથી બદલાશે નિયમો.

Last Updated: March 28, 2026By

ભારતમાં ડિજિટલ ટ્રાંઝેક્શનનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. લોકો મોલ, દુકાન કે ઓનલાઈન ખરીદી માટે UPI, ડેબિટ-ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગનો વ્યાપક ઉપયોગ કરે છે. હવે આ પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવા માટે 1 એપ્રિલ 2026થી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં અસર થશે..

ટુ-સ્ટેપ વેરિફિકેશન ફરજિયાત બનશે

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિર્દેશ અનુસાર, હવે દરેક ડિજિટલ પેમેન્ટ માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. અત્યાર સુધી ઓનલાઈન ટ્રાંઝેક્શન માટે માત્ર OTP (વન ટાઇમ પાસવર્ડ) પૂરતું માનવામાં આવતું હતું, પરંતુ હવે તે પૂરતું નહીં ગણાય.નવા નિયમ મુજબ, દરેક ટ્રાંઝેક્શન માટે બે વાર વેરિફિકેશન પ્રક્રિયા કરવામાં આવશે. જેથી સુરક્ષા વધુ મજબૂત બનશે.ઇન્ટરનેશનલ ટ્રાંઝેક્શન માટે પણ આજ નિયમો લાગુ થશે.

બે વિકલ્પનો ઉપયોગ કરવાનો રહેશે

PIN (પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર),બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રિકગ્નિશન) તેમજ બેંકિંગ એપ દ્વારા જનરેટ થયેલ SMS આધારિત OTP આપવાનું રહેશે.અર્થાત હવે એક જ નહીં પરંતુ બે અલગ રીતથી તમારી ઓળખની પુષ્ટિ કરવી પડશે.છેલ્લા ઘણા સમયથી OTP ફ્રોડ જેવા કિસ્સાઓમાં વધારો થયો છે.નવા નિયમ લાગુ થતા અનધિકૃત ટ્રાંઝેક્શન ઘટશે,ગ્રાહકોની નાણાકીય સુરક્ષા વધશે,સાયબર ઠગો માટે ઠગાઈ કરવી મુશ્કેલ બનશે.આ પગલાં ખાસ કરીને વધતી સાયબર ક્રાઇમની સમસ્યા અટકાવવા માટે બનાવવામાં આવ્યા છે.

દુકાન અને ઓનલાઈન પેમેન્ટમાં શું ફેરફાર આવશે?

જો તમે કોઈ દુકાનમાં ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો છો, તો POS મશીનમાં કાર્ડ સ્વાઇપ કર્યા પછી માત્ર PIN પૂરતું નહીં રહે. હવે તમને PIN સાથે OTP પણ આપવો પડી શકે છે.તે જ રીતે, ઓનલાઈન ખરીદી વખતે પણ OTP સિવાય બીજી વેરિફિકેશન પ્રક્રિયા ફરજિયાત બનશે.જેના કરાણે સાયબર ઠગાઈ પર લાગશે લગામ.RBIના માર્ગદર્શન મુજબ, 1 ઓક્ટોબર 2026થી આંતરરાષ્ટ્રીય (International) કાર્ડ ટ્રાંઝેક્શન માટે પણ આ જ નિયમો લાગુ થશે.1 એપ્રિલ 2026થી લાગુ થનાર આ નિયમ ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવશે. થોડી વધારાની પ્રક્રિયા જરૂર પડશે, પરંતુ તે ગ્રાહકોને મોટા નાણાકીય નુકસાનથી બચાવશે.આ બદલાવથી સ્પષ્ટ થાય છે કે દેશ હવે ડિજિટલ સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લઈ રહ્યો છે.

આ પણ વાંચો:Delhi એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: જાણો કેટલું જોખમી હતું ઇન્ડિગોનું ઇમરજન્સી લેન્ડિંગ, જેમાં 161 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાhttps://sandesh.com/india/news/major-accident-averted-at-delhi-airport-know-how-dangerous-indigos-emergency-landing-was-in-which-the-lives-of-161-passengers-were-in-danger