Nayara Energy Slashes Petrol Diesel Prices Ahmedabad Gujarat Fuel Rate Cuts Update Videos

Last Updated: July 5, 2026By

  • Gujarati News
  • Business
  • Nayara Energy Slashes Petrol Diesel Prices Ahmedabad Gujarat Fuel Rate Cuts Update Videos

નવી દિલ્હી4 દિવસ પેહલા

  • કૉપી લિંક

નાયરા એનર્જીના દેશભરમાં 7 હજારથી વધુ પેટ્રોલ પંપ છે.

દેશની સૌથી મોટી પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર કંપની નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. હવે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 102.15 રૂપિયા અને ડીઝલ 98.87 રૂપિયા પર આવી ગઈ છે.

ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલ સસ્તું થવાથી રાહત મળી

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 73 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયા છે. અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે તે 100 ડોલરને પાર નીકળી ગયું હતું. તણાવ હવે ઓછો થઈ રહ્યો છે, જેના કારણે ભાવ ઘટ્યા છે.

7 હજારથી વધુ પેટ્રોલ પંપો પર નવા દરો લાગુ

નાયરા એનર્જીના દેશભરમાં 7 હજારથી વધુ પેટ્રોલ પંપ છે. નવા દરો કંપનીના તમામ સ્થળોએ લાગુ થઈ ગયા છે. જોકે, અલગ-અલગ રાજ્યોમાં લોકલ ટેક્સ અને વેલ્યુ-એડેડ ટેક્સના દરો અલગ હોવાને કારણે દરેક શહેરમાં રિટેલ પ્રાઈસમાં થોડો તફાવત જોવા મળી શકે છે.

સરકારી કંપનીઓએ ભાવ ઘટાડ્યા નથી

એક તરફ જ્યાં પ્રાઇવેટ કંપની નાયરા એનર્જીએ ભાવ ઘટાડ્યા છે. ત્યાં સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)એ કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

સરકારી કંપનીઓએ મે મહિનામાં વધારો કર્યો હતો

પ્રાઈવેટ કંપનીના ભાવ વધાર્યા પછી સરકારી તેલ કંપનીઓએ પણ કિંમતો વધારી હતી. મે મહિનામાં IOC, BPCL અને HPCLએ મોંઘા આંતરરાષ્ટ્રીય ક્રૂડનો હવાલો આપતા હપ્તામાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં કુલ ₹7.50-₹7.50 પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. દેશના 1 લાખથી વધુ પેટ્રોલ પંપોમાંથી 90% થી વધુ પર આ ત્રણેય સરકારી કંપનીઓનું નિયંત્રણ છે.