One8 Launch: Virat Kohlis Shoes Sell 1.5 Lakh Units in 24 Hrs
1 કલાક પેહલા
- કૉપી લિંક
વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર કેટલા મોટા લીજેન્ડ છે તે તો બધા જાણે જ છે, પરંતુ હવે તેનો માસ્ટર ક્લાસ બિઝનેસની દુનિયામાં પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં લોન્ચ થયેલી તેની ‘One8’ બ્રાન્ડના શૂઝ બજારમાં માત્ર ચાલી નથી રહ્યા, પરંતુ તે હુસેન બોલ્ટની ઝડપે દોડી રહ્યા છે. અહેવાલો અનુસાર, લોન્ચિંગના માત્ર 24 કલાકમાં જ 1,50,000 શૂઝ વેચાઈ ગયા!
24 કલાકના બિઝનેસનું ગણિત!
એક શૂઝની શરૂઆતી કિંમત ₹9,230 છે. તો જો આપણે 24 કલાકના બિઝનેસ માટે શરૂઆતી કિંમતે ગણતરીએ કરીએ તો એ હિસાબે 1,50,000 (વેચાયેલી પેર)* 9,230 (શરૂઆતી કિંમત)= 1,38,45,00,000 (ટોટલ કમાણી). એટલે કે માત્ર એક જ દિવસમાં અંદાજે 140 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. વિરાટના ટેસ્ટ ક્રિકેટના રનની જેમ જ આ જંગી આંકડો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વિરાટ કોહલીની બ્રાન્ડના શૂઝની એક જોડીની શરૂઆતી કિંમત ₹9,230 છે. વિરાટે તેના ટેસ્ટ ક્રિકેટ રન ટેલીનું પ્રતિનિધિત્વ કરતા આંકડાના આધારે શૂઝની કિંમત નક્કી કરી છે.

સોશિયલ મીડિયા પર કોહલીની બ્રાન્ડ ‘One8’ ની ધૂમ
વિરાટ માત્ર નામ નથી, એક બ્રાન્ડ છે!
વિરાટ કોહલી જેટલા મોટા ખેલાડી છે, તેટલી જ મોટી તેની પર્સનલ બ્રાન્ડ વેલ્યુ છે. તેની અદભુત ફિટનેસના કારણે દુનિયાની મોટી મોટી કંપનીઓ તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર રહે છે. સ્પોર્ટ્સ શૂઝ બનાવતી પ્રખ્યાત જર્મન કંપની ‘Puma’ પણ તેમાંથી એક છે. વર્ષ 2017માં વિરાટે પૂમા સાથે અંદાજે 110 કરોડ રૂપિયાની ડીલ કરી હતી અને તે ભારતમાં કંપનીનો સૌથી મોટો ચહેરો બન્યો હતો.

બ્રાન્ડ લોન્ચ સમય શોપની બહાર લાગેલી ભીડ
આ ડીલની ખાસ વાત એ હતી કે વિરાટ માત્ર કંપનીનો ચહેરો જ નહોતો બન્યો, પરંતુ તેણે પાર્ટનરશીપમાં પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરી હતી. Puma One8ના નામે શૂઝથી લઈને કપડાં સુધીની આખી રેન્જ લોન્ચ કરવામાં આવી હતી, જેનાથી પૂમાએ 250 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
પૂમાની 300 કરોડની ઓફર કેમ ઠુકરાવી?
જ્યારે નવી ડીલ કરવાનો સમય આવ્યો, ત્યારે અહેવાલો અનુસાર પૂમાએ વિરાટ કોહલીને અધધ 300 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. પરંતુ વિરાટે આ મોટી ઓફર ઠુકરાવી દીધી! વિરાટ કોહલી હવે પૂમાનો સાથ છોડીને આ જ નવી બ્રાન્ડનો મુખ્ય ચહેરો બન્યો છે અને આ બિઝનેસમાં તેનો સાથ આપવા માટે પૂમાના પૂર્વ MDની પાર્ટનરશીપની ખબરો પણ સામે આવી છે.
કોહલી ભારતની સૌથી વેલ્યુએબલ પર્સનાલિટી
ક્રિકેટર વિરાટ કોહલી ભારતની સૌથી વેલ્યુએબલ પર્સનાલિટીની યાદીમાં પ્રથમ સ્થાને છે. તેની બ્રાન્ડ વેલ્યુ 3,542 કરોડ રૂપિયા છે. શાહરુખ ખાન બીજા અને પ્રિયંકા ચોપરા જોનાસ ત્રીજા સ્થાને છે. ફોર્ચ્યુન ઇન્ડિયા અને ઇન્ટરબ્રાન્ડે દેશની 25 સૌથી વેલ્યુએબલ સેલિબ્રિટી પર રિસર્ચ કર્યું. જેમાં ટોપ 10માં 3 ક્રિકેટર અને 7 ફિલ્મી સેલિબ્રિટી છે.

કેવી રીતે નક્કી કરવામાં આવી બ્રાન્ડ વેલ્યુ
આ અભ્યાસમાં બ્રાન્ડ વેલ્યુ નક્કી કરવા માટે સેલિબ્રિટીઝની કમાણી, ફોલોઅર્સ કે બોક્સ ઓફિસ પરની સફળતા ઉપરાંત અન્ય ઘણી બાબતો પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. આમાં બ્રાન્ડની તાકાત નક્કી કરતા પાસાઓ જેવા કે- વિશિષ્ટતા, તાલમેલ, જોડાણ, વિશ્વાસ, આત્મીયતા અને જવાબદારી પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે, જે મળીને તેમની અંતિમ બ્રાન્ડ વેલ્યુ નક્કી કરે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


