Sensex Down 200 Pts, Nifty Falls 50; IT & Auto Stocks See Selloff

Last Updated: June 30, 2026By

નવી દિલ્હી34 મિનિટ પેહલા

  • કૉપી લિંક

શેરબજારમાં આજે એટલે કે 30 જૂને ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટના ઘટાડા સાથે 76,650ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ 50 પોઈન્ટથી વધુનો ઘટાડો છે. તે 23,900 પર કારોબાર કરી રહ્યો છે. IT અને ઓટો શેર્સમાં વધુ વેચવાલી જોવા મળી રહી છે.

એશિયન બજારોમાં મિશ્ર કારોબાર

ઇન્ડેક્સ લેવલ પોઈન્ટ ચેન્જ પર્સેન્ટ ચેન્જ
કોસ્પી (સાઉથ કોરિયા) 8474 +52 +0.69%
નિકેઈ (જાપાન) 70117 +649 +0.93%
હેંગસેંગ (હોંગકોંગ) 22785 -242 -0.93%

અમેરીકી બજારમાં ગઈકાલે તેજી રહી

ઇન્ડેક્સ લેવલ પોઇન્ટ ચેન્જ ટકાવારી ચેન્જ
ડાઉ જોન્સ 52183 +307 +0.59%
નાસ્ડેક 25820 +523 +2.07%
S&P 500 7440 +86 +1.18%

વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 2,810 કરોડના શેર વેચ્યા

કેટેગરી તાજેતરના છેલ્લા 7 દિવસ છેલ્લા 30 દિવસ
DII +2,802 +12,187 +78,958
FII/FPI -1,350 -2,810 -46,472

નોંધ: FIIs અને DIIs ના ચોખ્ખા ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.

ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો

આ પહેલા ગઈકાલે એટલે કે 29 જૂને શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 372 પોઈન્ટ ઘટીને 76,728 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 110 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 23,946 પર બંધ થયો હતો.