Stock Market Today: Sensex Nifty Slip Amid Heavy Selloff in Banking Auto

Last Updated: July 14, 2026By

મુંબઈ2 કલાક પેહલા

  • કૉપી લિંક

શેરબજારમાં આજે એટલે કે 14 જુલાઈએ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટના ઘટાડા સાથે 77,300ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ લગભગ 100 પોઈન્ટનો ઘટાડો છે, તે 24,150ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. આજે ઓટો અને બેન્કિંગ શેરોમાં વધુ વેચવાલી જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઈલ 2% વધીને 85 ડોલર પર પહોંચ્યું

ક્રૂડ ઓઈલના ભાવ પણ 2% વધીને ફરીથી 85 ડોલરની નજીક પહોંચી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે ઈરાન સાથે થયેલો કરાર હવે સમાપ્ત થઈ ગયો છે. આનાથી ક્રૂડ ઓઈલના ભાવમાં ફરીથી તેજી જોવા મળી રહી છે.

એશિયન બજારોમાં પણ આજે ઘટાડો

ઇન્ડેક્સ લેવલ પોઇન્ટ ચેન્જ ટકાવારી ચેન્જ
કોસ્પી (સાઉથ કોરિયા) 6473 -324 -4.90%
નિકેઈ (જાપાન) 66678 -564 -0.84%
હેંગસેંગ (હોંગકોંગ) 24005 -208 -0.86%

13 જુલાઈના રોજ અમેરિકી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો

ઇન્ડેક્સ લેવલ પોઇન્ટ ફેરફાર ટકાવારી ફેરફાર
ડાઉ જોન્સ 52499 -138 -0.26%
નાસ્ડેક 25873 -408 -1.55%
S&P 500 7515 -60 -0.79%

છેલ્લા 7 દિવસમાં વિદેશી રોકાણકારોએ 7,039 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા

કેટેગરી લેટેસ્ટ છેલ્લા 7 દિવસ છેલ્લા 30 દિવસ
DII 2,172 +7,039 +41,290
FII/FPI -3,062 +971 -1,088

નોંધ: FIIs અને DIIs ના ચોખ્ખા ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.

ગઈકાલે બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો

આ પહેલા ગઈકાલે એટલે કે 13 જુલાઈના રોજ શેરબજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો. સેન્સેક્સ 47 અંક વધીને 77,616 પર બંધ થયો હતો. નિફ્ટીમાં 4 અંકનો વધારો રહ્યો, તે 24,211 પર બંધ થયો હતો.

Leave A Comment